Prem.
એક અતિ ધનવાન માણસની અતિ સુંદર એવી એકની એક દીકરીને એના જ બંગલામાં કામ કરતા એવા એક ક્લીનર સાથે પ્રેમ થઇ ગયો. હવે આમાં પણ બધી પ્રેમકથાઓમાં થાય છે એમ છોકરીના બાપને ખબર પડતા જ એને બંનેને ધમકાવી નાખ્યા. અને પછી બાપ-દીકરી વચ્ચે શીત-યુદ્ધ શરુ થયું. અને છેવટે છોકરીનો બાપ ના માનતા, તેઓએઘરેથી ભાગીને લગન કરવાનો નિર્ણય કર્યો. અને એક દિવસ લાગ જોઇને બંને જણ ઘેરથી નાસી ગયા.
છોકરીના બાપને ખબર પડતાજ એને આ બંને પ્રેમ પંખીડાઓને શોધવા માટે જમીન-આકાશ એક કરી દીધા, પણ તેમાં તેઓ અસફળ રહ્યા અને છેવટે હારીને છોકરીનાબાપે બંનેનો પ્રેમ કબુલ કરી દીધો અને સમાચાર-પત્રમાં જાહેરાત આપી જેમાં એને લખ્યું હતું : "હું તમારા સાચા પ્રેમને સમજી ના શક્યો એનો મને ખેદ છે, પણ હવે હું બધું ય સમજી ગયો છું, તેથી તમે કૃપા કરીને ઘરે પાછા આવી જાવ. હું તમારા બંનેના લગન ધામ-ધૂમથી કરાવીશ.
આ જાહેરાત વાચતા જ તે બંનેના હરખનો પાર ના રહ્યો અને ખુશી ખુશી પોતાના ઘરે પાછા ફર્યા.
આ વાતને એક અઠવાડિયા વીતી ગયા પછી બંને પોત-પોતાના લગ્નનો ડ્રેસ ખરીદવાએક દુકાનમાં ગયા. ત્યારે છોકરીએ સફેદ રંગનો ચુડીદાર પંજાબી પહેર્યો હતો અને છોકરાને કાળા કલરનું પેન્ટ અને પર્પલ કલરનું ડીઝાઈનર શર્ટ પહેર્યું હતું. બંનેની જોડી એકદમ સોહામણી લાગતીહતી. દુકાનમાં ડ્રેસ પસંદ કરતી વખતે છોકરીએ પેલા છોકરાને કીધું : "જાનુ! મને બહુ જ તરસ લાગી છે, પ્લીઝ મારા માટે સામેની દુકાનમાંથી કોલ્ડ-ડ્રીંક લઇ આવીશ?".
તે છોકરો દુકાનમાંથી બહાર નીકળીને સામે આવેલી કોલ્ડ-ડ્રીંકની દુકાનમાં જવા રોડ ક્રોસ કરી જ રહ્યો હતો ત્યાજ એક મોટા એવા ડમ્પરે પુરપાટ ઝડપથી આવીને બિચારા છોકરાને કચડી દીધો. તે ત્યાને ત્યાજ મરી ગયો.
તેની ચીસ સંભાળીને છોકરી ફટાફટ દુકાનની બહાર આવી અને પોતાના પ્રેમીને લોહી લુહાણ હાલતમાં જોઈને થોડી વાર સુધી તો પોતાના સુધ-બુધ જ ખોઈ બેઠી. પછી પેલા પ્રેમીની અંતિમ ક્રિયા અને બીજી બધી વિધિઓ થઇ ગયા પછીબિચારી થોડું ઘણું બોલી શકે એટલી ભાનમાં આવી.
થોડા દિવસ પછી તેના પિતાએ એનો હાથ પકડીને સાંત્વના આપતા કહું : દીકરી આ દુનિયામાં જે પણ થાય છે એ ભગવાનની ઈચ્છા અનુસાર જ થાય છે, આપણે માણસો આમાં કશું જ નથી કરી શકતા, મને ખબર છે કે તું તારા પ્રેમીને જીન્દગીભર નહિ ભૂલી શકે, પણ હું તને આવી કરુણાજનક સ્તિથિમાં નથી જોઈ શકતો, હું તને વિનંતી કરું છું કે તું આવી સ્તિથિમાંથી બહાર આવ. હજી તારી સામે પહાડ જેટલી મોટી જીન્દગી પડેલી છે, જેમાં તું એકલી કેવી રીતે સફર કરી શકીશ? હું ચાહું છું કે તું લગન કરી લે અને બાકીની જીન્દગી ખુશી ખુશી વિતાવે. મારા બિઝનસ પાર્ટનરનો દીકરો તારી સાથે લગન કરવા ખુબ ઉત્સુક છે."
બિચારી છોકરીને પોતાના ફાધર માટે પણ ખોટું લાગતું હતું તેથી તેને લગ્ન કરવાની મંજુરી આપી દીધી.
આના બે દિવસ પછી છોકરીની માને એક સપનું આવ્યું જેમાં તેને એક બૂઢી બાઈને જોઈ. અને તે કહી રહી હતી કે :"તારી દીકરીના પેલા સફેદ ચૂડીદાર પંજાબી ડ્રેસમાં, હજુ લોહીના ડાઘ રહી ગયા છે, તો જેમ બને એમ તેને ધોઈને સાફ કરી દો નહિતર આનું પરિણામ બહુ ખરાબ આવશે." પણ તેની માએ આ વાતને સપનું સમજીઅવગણી દીધી.
એના બીજા દિવસે છોકરીના બાપને પણ બિલકુલ આવુ જ સપનું આવ્યું અને તેને પણ સપનું સમજી તેની તરફ ધ્યાન નહિ આપ્યું.
એના પછી છેવટે એક દિવસે પેલી છોકરીને પણ સપનામાં આવીને પેલી બાઈએ આવી જ વાતકરી.
છોકરી તો બિચારી એકદમ ઘબરાઈ ગઈ. તેને બીજા દિવસે આ બધી સપનાની વાત તેના મમ્મીને જણાવી. તેની મમ્મીએ કીધું : દીકરી એક કામ કર, હમણાંને હમણાં પેલો પંજાબી ડ્રેસ કબાટમાંથી કાઢી ને બરોબર ધોઈ નાખ.
પેલી છોકરીએ પંજાબી ડ્રેસ તો ધોઈ નાખ્યો પણ કેટલાક ડાઘ રહી ગયા. પાછુ એની આગલી રાતે પેલી બાઈ સપનામાં આવી અને આ વખતે તો તેને રીતસરની ધમકાવીજ નાખી કે જો તે હવે પેલા ડ્રેસના ઢાઘ બરોબર નહિ ધોયા તો કઈક અઘટિત ઘટના માટે તૈયાર રહેજે.
આ વખતે તે છોકરીએ પોતાનાથી બનતો શ્રેષ્ઠ પ્રયત્ન કરી ને લોહીના ઢાઘ કાઢવાની કોશિશ કરી. તે ડ્રેસ ચોખો તો થઇ ગયો પણ હજી થોડા ઢાઘ દેખાતા હતા, બિચારી ડ્રેસ ધોઈ-ધોઈને થાકી ગયી.
એજ દિવસની ઢળતી સાંજે જયારે છોકરી ઘરે એકલી હતી, ત્યારે કોઈએ એનો દરવાજોખટખટાવ્યો. જયારે તેને દરવાજો ખોલ્યો,ત્યારે તેને દરવાજાની સામે એક વૃદ્ધ બાઈ દેખાઈ જે તેના સપનામાં આવતી હતી. તેનો ચહેરો પણ ઘણો ડરામણો લાગતો હતો , પેલી છોકરી એકદમ ઘબરાઈ ગયી. તે જમીન પર બેસી ગયી, એને કંઇજ સમજમાં આવતું નહોતું.
પેલી વૃદ્ધ બાઈએ તેને ખબેથી ઉચકીને ઉઠાડી અને એના હાથમાં એક બ્લુ કલરની વસ્તુ આપી.
તેને વૃદ્ધ બાઈને પૂછ્યું : આ શું છે??
ત્યારે પેલી વૃદ્ધ બાઈ કઈક ભળતા જ રાગમાં ગાવા માંડી...
...
...
...
"વોશિંગ પાવડર નિરમા, વોશિંગ પાવડર નિરમા.
દૂધસી સફેદી, નીરમાંસે આયે,
રંગીન કપડા ભી ખીલ ખીલ જાયે,
સબકી પસંદ નિરમા.......... .
વોશિંગ પાવડર નિરમા! નિરમા!!!"
૧૦ નો ૧ , અને ૨ પર ૧ ફ્રી.
પેલી છોકરીએ ૨ ખરીદ્યા અને મળ્યો ૧ ફ્રી!!!!
........., મને ખબર છે મિત્રો કે તમને અત્યારે કેવું ફિલ થઇ રહ્યું છે, આ તો જસ્ટ એક રમુજ હતી, આને કહેવાય જોરનો જટકો વધુ જોરથી આપવો. એકદમ હલબલી ગયાને બધા ??

Comments
Post a Comment